SSB Recruitment 2026: સશસ્ત્ર સીમા દળમાં 1194 જગ્યાઓ પર ભરતી, જાણો લાયકાત અને પગાર

જો તમારું સપનું વર્દીમાં દેશની સેવા કરવાનું છે, તો આ તમારા માટે સારો મોકો છે. સશસ્ત્ર સીમા દળ (SSB) એ હાલમાં જ મોટી ભરતી જાહેર કરી છે. સશસ્ત્ર સીમા દળની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતી અંતર્ગત કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન, ડ્રાઈવર, હેડ કોન્સ્ટેબલ, સ્ટાફ નર્સ અને અન્ય પદોની કુલ 1194 ખાલી જગ્યાઓ ભરવાની છે. સારા સમાચાર એ છે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 માર્ચ 2026 થી શરૂ થઈ રહી છે.

આ લેખમાં આપણે SSB ભરતી 2026 ની સંપૂર્ણ માહિતી જાણીશું. અહીં તમને અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, વયમર્યાદા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને તૈયારી માટે ટિપ્સ સરળ ભાષામાં જાણવા મળશે તો અમારી તમને સલાહ છે કે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

Table of Contents

SSB Recruitment 2026 । સશસ્ત્ર સીમા દળ ભરતી 2026

મુખ્ય માહિતી વિગતો
સંસ્થાનું નામ સશસ્ત્ર સીમા દળ (SSB)
કુલ જગ્યાઓ1194
પોસ્ટનું નામવિવિધ
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.ssb.gov.in
નોકરીનું સ્થળસમગ્ર ભારતમાં

અગત્યની તારીખો (Important Dates)

સશસ્ત્ર સીમા દળની આ ભરતીમાં ઓનલાઈન અરજી 21 માર્ચથી શરૂ થઈને 20 એપ્રિલ સુધી ચાલશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને અમારી સલાહ છે કે છેલ્લી તારીખે ફોર્મ ભરશું એવું વિચારવા કરતા સમયસર અરજી કરી દેવી જોઈએ કારણ કે છેલ્લી તારીખોમાં વધુ ઉમેદવારો અરજી કરતા હોવાથી સર્વર સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

ઘટના (Events)તારીખ (Dates)
ભરતી જાહેરાત તારીખ16 માર્ચ 2026
ઓનલાઇન અરજી શરૂ થાય છે21 માર્ચ 2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20 એપ્રિલ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ20 એપ્રિલ 2026
લેખિત પરીક્ષા તારીખપછીથી જાહેર કરવામાં આવશે

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા (Post Name & Vacancy Details)

આ ભરતી બે મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે, જેમાં પહેલો ભાગ કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન અને ડ્રાઈવર)ની 827 જગ્યાઓનો છે, જેમાં દરજી, મોચી, ડ્રાઈવર જેવા વિવિધ વ્યવસાયોનો સમાવેશ થાય છે. બીજો ભાગ હેડ કોન્સ્ટેબલ અને અન્ય પેરામેડિકલ સ્ટાફની 367 જગ્યાઓનો છે. નીચે આપેલ કોષ્ટકમાં તમે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તે જોઈ શકો છો.

પોસ્ટનું નામ (Post Name)કુલ જગ્યાઓ (Total Vacancies)
કોન્સ્ટેબલ (પશુચિકિત્સા)34
કોન્સ્ટેબલ (ડ્રાઈવર) – ફક્ત પુરુષ553
કોન્સ્ટેબલ (માળી)41
કોન્સ્ટેબલ (પાણી વાહક)5
કોન્સ્ટેબલ (મોચી)25
કોન્સ્ટેબલ (દરજી)41
કોન્સ્ટેબલ (ધોબી)74
કોન્સ્ટેબલ (વાળંદ)43
કોન્સ્ટેબલ (વેટર)3
કોન્સ્ટેબલ (સુથાર)7
કોન્સ્ટેબલ (નર્સિંગ ઓર્ડરલી)1
કુલ827

અન્ય પોસ્ટ (હેડ કોન્સ્ટેબલ, સ્ટાફ નર્સ વગેરે) ની ખાલી જગ્યા (367 Posts)

પોસ્ટનું નામ (Post Name)કુલ જગ્યાઓ (Total Vacancies)
હેડ કોન્સ્ટેબલ233
હેડ કોન્સ્ટેબલ (લેબોરેટરી આસિસ્ટન્ટ)30
હેડ કોન્સ્ટેબલ (ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટ)12
કોન્સ્ટેબલ (નર્સિંગ આસિસ્ટન્ટ)34
SI (સ્ટાફ નર્સ)10
અન્ય પોસ્ટ (ASI, SI વિવિધ ટ્રેડમાં)48
કુલ367

પગાર (Salary)

SSB ની આ ભરતીમાં એકવાર તમારી પસંદગી થઈ જાય, પછી તમને 7મા પગાર પંચ મુજબ સરસ પગાર અને બીજાં ભથ્થાં મળશે. કોન્સ્ટેબલને લેવલ-3 અને હેડ કોન્સ્ટેબલને લેવલ-4 મુજબ પગાર મળશે. ઓરીજનલ પગાર ઉપરાંત તમને ભાડાભથ્થું (HRA), મોંઘવારી ભથ્થું (DA) અને પરિવહન ભથ્થું (TA) પણ મળશે.

પોસ્ટપગાર સ્તરમૂળ પગાર (રૂપિયા)કુલ પગાર ધોરણ (રૂપિયા)
કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન/ડ્રાઈવર)લેવલ-3₹ 21,700/-₹ 21,700 – ₹ 69,100
હેડ કોન્સ્ટેબલલેવલ-4₹ 25,500/-₹ 25,500 – ₹ 81,100

SSB માં પસંદગી થયા પછી પ્રમોશનની તકો (Career Growth & Promotion)

સશસ્ત્ર સીમા દળ (SSB) માં તમને કારકિર્દીમાં આગળ વધવાની ઘણી તકો મળે છે. એકવાર તમે કોન્સ્ટેબલ તરીકે જોડાઈ જાવ, પછી તમે નીચે મુજબ પ્રગતિ કરી શકો છો:

  • સમય આધારિત પ્રમોશન (Seniority): તમારા સંતોષકારક સેવા વર્ષો પૂર્ણ થયા પછી, તમે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ એએસઆઈ (ASI) ના પદ સુધી પહોંચી શકો છો.
  • ખાતાકીય પરીક્ષા (LDCE): જો તમે ઝડપથી પ્રમોશન મેળવવા માંગતા હોવ, તો SSB માં સમયાંતરે ‘Limited Departmental Competitive Exam’ (LDCE) લેવામાં આવે છે. આ પરીક્ષા આપીને તમે સીધા જ હેડ કોન્સ્ટેબલ અથવા સબ-ઈન્સ્પેક્ટર (SI) બની શકો છો.
  • ઉચ્ચ શિક્ષણનો લાભ: જો નોકરી દરમિયાન તમે તમારી શૈક્ષણિક લાયકાત વધારો છો, તો તે તમને ઉચ્ચ હોદ્દા પર પહોંચવામાં અને સ્પેશિયલ યુનિટમાં કામ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.
  • ડેપ્યુટેશનની તક: SSB ના જવાનોને સમય જતાં અન્ય સુરક્ષા એજન્સીઓ જેવી કે NSG (National Security Guard) અથવા NDRF માં પણ ડેપ્યુટેશન પર જવાની તક મળે છે, જે તમારા અનુભવમાં વધારો કરે છે.
SSB Recruitment 2026 Overview Infographic in Gujarati
SSB Recruitment 2026 Overview Infographic in Gujarati

આ પણ વાંચો – ECHS Recruitment 2026

SSB કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની મુખ્ય ફરજો (Duty & Responsibility)

સશસ્ત્ર સીમા દળ (SSB) એ ભારતનું એક મહત્વનું અર્ધલશ્કરી દળ (Paramilitary Force) છે. અહીં પસંદગી પામ્યા પછી ઉમેદવારોએ દેશની સુરક્ષા માટે નીચે મુજબની મુખ્ય જવાબદારીઓ નિભાવવાની હોય છે:

  • સરહદી સુરક્ષા (Border Security): ભારત-નેપાળ અને ભારત-ભૂતાન જેવી મહત્વની આંતરરાષ્ટ્રીય સરહદો પર 24 કલાક પહેરો ભરવો અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી.
  • ગુનાખોરી પર નિયંત્રણ: સરહદી વિસ્તારોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે દાણચોરી (Smuggling), નકલી નોટોનો વેપાર અને ઘૂસણખોરીને રોકવી.
  • ટ્રેડ મુજબની કામગીરી: જો તમારી પસંદગી ડ્રાઈવર, કુક, દરજી કે સુથાર જેવા ‘ટ્રેડ્સમેન’ તરીકે થઈ હોય, તો તમારે સેનાના કેમ્પમાં રહીને તમારા વ્યવસાય સંબંધિત કામગીરી (જેમ કે વાહન ચલાવવું, ભોજન બનાવવું વગેરે) કરવાની રહેશે.
  • કાયદો અને વ્યવસ્થા: દેશમાં જ્યારે પણ ચૂંટણી હોય અથવા આંતરિક અશાંતિ ઊભી થાય ત્યારે નાગરિક વહીવટમાં મદદ કરવી અને શાંતિ જાળવવી.
  • આપત્તિ સંચાલન: કુદરતી આફતો (જેમ કે પૂર કે ભૂકંપ) સમયે રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય ભાગ લેવો.

અરજી ફી (Application Fee)

અમારી જનરલ / ઓબીસી / EWS ઉમેદવારોને સલાહ છે કે અરજી કરતી વખતે ફી ભરવાનું ધ્યાન રાખજો. જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ₹100 ફી છે, જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારોને આ ભરતીમાં કોઈ ફી ભરવાની જરૂર નથી. ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગથી ઓનલાઈન ભરી શકો છો.

શ્રેણી (Category)અરજી ફી (Application Fee)
જનરલ / ઓબીસી / EWS₹ 100/-
એસસી / એસટીશૂન્ય (નામમાત્ર)
મહિલા ઉમેદવારોશૂન્ય (નામમાત્ર)
ભૂતપૂર્વ સૈનિકશૂન્ય (નામમાત્ર)
ફી ભરવાનો મોડક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI

વયમર્યાદા (Age Limit)

ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 20 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવશે. અલગ-અલગ પોસ્ટ માટે વયમર્યાદા નીચે મુજબ છે:

પોસ્ટનું નામ (Post Name)લઘુત્તમ વયમહત્તમ વયઉંમર ગણવાની તારીખ (Cut-off Date)
કોન્સ્ટેબલ (વેટરનરી, ડ્રાઈવર, નર્સિંગ ઓર્ડરલી)18 વર્ષ27 વર્ષ20-04-2026
કોન્સ્ટેબલ (સુથાર)18 વર્ષ25 વર્ષ20-04-2026
કોન્સ્ટેબલ (અન્ય તમામ ટ્રેડ – માળી, દરજી વગેરે)18 વર્ષ23 વર્ષ20-04-2026
હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોસ્ટ18 વર્ષ25-30 વર્ષ (પોસ્ટ મુજબ અલગ-અલગ)20-04-2026

નોંધ: સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો (SC/ST/OBC) ને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જરૂર વાંચવું.

આ પણ વાંચો – Atul Limited Recruitment 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ ભરતીની ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગની જગ્યાઓ માટે માત્ર 10મી પાસ હોવું જરૂરી છે. સાથે સાથે તમારા ટ્રેડમાં ચોક્કસ અનુભવ કે ITI ડિપ્લોમા હોવો ફરજિયાત છે. ડ્રાઈવર માટે HMV લાઇસન્સ અને નર્સિંગ ઓર્ડરલી માટે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ જરૂરી છે. Sashastra Seema Bal ની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, દરેક ટ્રેડ માટે જુદી-જુદી લાયકાત રાખવામાં આવી છે જે નીચે મુજબ છે.

પોસ્ટનું નામ (Post Name)શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Qualification & Experience)
કોન્સ્ટેબલ (પશુચિકિત્સા)10મી પાસ (વિજ્ઞાન વિષય) + પશુઓની સારવારમાં 1 વર્ષનો અનુભવ
કોન્સ્ટેબલ (ડ્રાઈવર)10મી પાસ + માન્ય ભારે વાહન (HMV) ડ્રાઇવિંગ લાઇસન્સ
કોન્સ્ટેબલ (માળી, મોચી, દરજી, ધોબી, વાળંદ, વેટર)10મી પાસ + સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનો અનુભવ અથવા 1 વર્ષનો ITI/વ્યાવસાયિક કોર્સ + 1 વર્ષનો અનુભવ
કોન્સ્ટેબલ (સુથાર)10મી પાસ + સુથારીમાં 2 વર્ષનો અનુભવ અથવા 1 વર્ષનો ITI + 1 વર્ષનો અનુભવ
કોન્સ્ટેબલ (નર્સિંગ ઓર્ડરલી)10મી પાસ + પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઇડ) પ્રમાણપત્ર + 1 વર્ષનો અનુભવ
હેડ કોન્સ્ટેબલ (કોમ્યુનિકેશન)12મી પાસ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત) અથવા ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા (Selection Process)

SSB માં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં પૂરી થાય છે. તમારે એક પછી એક બધા તબક્કા પાસ કરવા પડશે. સૌથી પહેલા શારીરિક કસોટી (PET) થશે, ત્યારબાદ લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે તબીબી તપાસ કરવામાં આવશે.

તબક્કો (Stage)વિગત (Details)
1. શારીરિક કસોટી (PET)આ તબક્કો લાયકાતનો છે. દોડ અને કાબેલિયતની કસોટી લેવાશે.
2. લેખિત પરીક્ષા (CBT)100 ગુણની ઉદ્દેશ્યાત્મક (MCQ) પરીક્ષા. નકારાત્મક ગુણ (નેગેટિવ માર્કિંગ) હશે.
3. કૌશલ્ય કસોટી (Skill Test)ટ્રેડ મુજબ કૌશલ્ય ચકાસવામાં આવશે. (દા.ત., ડ્રાઈવર માટે ડ્રાઈવિંગ ટેસ્ટ)
4. દસ્તાવેજ ચકાસણી (DV)બધા જ ઓરીજનલ દસ્તાવેજો ચકાસવામાં આવશે.
5. તબીબી તપાસ (Medical)ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે કે કેમ તે તપાસવામાં આવશે.

લેખિત પરીક્ષા પેટર્ન (Exam Pattern)

લેખિત પરીક્ષા કમ્પ્યુટર પર થશે. તેમાં 100 પ્રશ્નો પૂછાશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. ખાસ ધ્યાન રાખો કે, ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે (નેગેટિવ માર્કિંગ). તમારે 2 કલાકમાં આ પરીક્ષા પૂરી કરવાની રહેશે. ચાર વિષયોમાંથી સરખા ભાગે પ્રશ્નો આવશે.

વિષય (Subject)પ્રશ્નોની સંખ્યાકુલ ગુણસમય
સામાન્ય જ્ઞાન25252 કલાક
સંખ્યાત્મક ક્ષમતા25252 કલાક
તાર્કિક તર્ક25252 કલાક
ભાષા (હિન્દી અને અંગ્રેજી)25252 કલાક
કુલ1001002 કલાક

ગુણની ગણતરી અને નેગેટિવ માર્કિંગ (Negative Marking Calculation)

SSB ની લેખિત પરીક્ષામાં ‘નેગેટિવ માર્કિંગ’ ની પદ્ધતિ લાગુ પડશે. ઘણા ઉમેદવારો આ ગણતરી સમજ્યા વગર અંદાજે (તુક્કા લગાવીને) જવાબ આપે છે, જેના કારણે તેમનું મેરિટ નીચું જાય છે. ચાલો તેને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ:

  • પરીક્ષાના કુલ પ્રશ્નો: 100
  • દરેક સાચા જવાબના ગુણ: +1
  • દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ: -0.25 (એટલે કે 1/4 ભાગના માર્કસ કપાશે)

ગણતરીનું ઉદાહરણ:

ધારો કે તમે પરીક્ષામાં તમામ 100 પ્રશ્નોના જવાબ આપ્યા છે:

  1. સાચા પડેલા પ્રશ્નો: 80 (જેના મળશે 80 ગુણ)
  2. ખોટા પડેલા પ્રશ્નો: 20
  3. કપાત ગુણ (Negative Marks): 20 x 0.25 = 5 ગુણ
  4. તમારો ફાઈનલ સ્કોર: 80 – 5 = 7 ગુણ

નીતિન રાઠોડની સલાહ: “પરીક્ષામાં જે પ્રશ્નનો જવાબ બિલકુલ ન આવડતો હોય, તેને છોડી દેવો યોગ્ય રહેશે. કારણ કે ખોટા જવાબ આપવાથી તમારા મહેનતના સાચા માર્કસ પણ કપાઈ શકે છે.”

જરૂરી દસ્તાવેજ (Required Documents)

ઓનલાઈન અરજી કરતી વખતે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે. સ્કેન કરેલા દસ્તાવેજોનું કદ માંગવામાં આવેલ મર્યાદામાં (સામાન્ય રીતે 50 KB થી 300 KB) રાખવું.

દસ્તાવેજનું નામ (Document Name)સૂચનાઓ (Instructions)
ફોટોપાસપોર્ટ સાઇઝનો તાજો ફોટો, સફેદ બેકગ્રાઉન્ડ વાળો
સહીસફેદ કાગળ પર કાળી શાહીથી કરેલી સહી
શૈક્ષણિક પ્રમાણપત્રો10મી, 12મી, ITI, ડિપ્લોમાના માર્કશીટ અને સર્ટિફિકેટ
અનુભવ પ્રમાણપત્રસંબંધિત ટ્રેડમાં કામ કર્યાનો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
ડ્રાઇવિંગ લાઇસન્સડ્રાઈવર પોસ્ટ માટે માન્ય HMV લાઇસન્સ
જાતિ પ્રમાણપત્રSC/ST/OBC ઉમેદવારો માટે
રહેઠાણનો પુરાવોઆધાર કાર્ડ, રાશન કાર્ડ વગેરે

શારીરિક કસોટી (Physical Test)

શારીરિક કસોટી એ પસંદગીનો પ્રથમ અને ખૂબ જ અગત્યનો તબક્કો છે. આ તબક્કામાં નાપાસ થનારા ઉમેદવારો આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. નીચે પુરુષ ઉમેદવારો માટે શારીરિક કસોટીના ધોરણો આપેલા છે.

કસોટી (Test)ધોરણ / સમયમર્યાદા (Standard / Time Limit)
દોડ (રન)4.8 કિ.મી. (લગભગ 3 માઇલ) – 24 મિનિટમાં પૂરી કરવાની રહેશે
આ માહિતી સામાન્ય સંદર્ભ માટે છે. ચોક્કસ ધોરણો માટે સત્તાવાર જાહેરાત જુઓ.

તૈયારી માટે ટિપ્સ (Preparation Tips)

સશસ્ત્ર સીમા દળમાં પસંદગી મેળવવા માટે સારી તૈયારી જરૂરી છે. અહીં અમે તમારા માટે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ લખી છે જે તમને દરેક તબક્કામાં સફળતા અપાવી શકે છે.

લેખિત પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Tips for Written Exam)

  • સિલેબસ સમજો: સૌથી પહેલા સિલેબસ (સામાન્ય જ્ઞાન, ગણિત, તર્ક, ભાષા) સારી રીતે સમજી લો.
  • પાછલા પેપર ઉકેલો: SSB ના પાછલા વર્ષોના પ્રશ્નપત્રો શોધીને ઉકેલો. આનાથી પરીક્ષાની પેટર્ન સમજાશે અને આત્મવિશ્વાસ વધશે.
  • નકારાત્મક ગુણ પર ધ્યાન આપો: પ્રેક્ટિસ કરતી વખતે ખોટા જવાબ માટે ગુણ કાપવાનો હિસાબ રાખો. જે પ્રશ્ન આવતા ન હોય તેના પર અંદાજ લગાવવાનું ટાળો.
  • સમયનું આયોજન: 2 કલાકમાં 100 પ્રશ્નો ઉકેલવાના છે. તેથી સમયનું આયોજન કરતા શીખો. ઘરે બેઠા ટાઈમર સેટ કરીને રોજ મોક ટેસ્ટ આપો.

સ્કિલ ટેસ્ટની તૈયારી માટે ટિપ્સ (Tips for Skill Test)

  • પ્રેક્ટિકલ પ્રેક્ટિસ: આ તમારી હાથની કારીગરીની કસોટી છે. જે ટ્રેડ માટે અરજી કરી છે (દા.ત., દરજી કે સુથાર) તેમાં રોજ ઓછામાં ઓછો એક થી બે કલાક પ્રેક્ટિસ કરો.
  • ડ્રાઈવર માટે: ડ્રાઈવર ભાઈઓ માટે, ભારે વાહન (HMV) ચલાવવાની પ્રેક્ટિસ કરો. ટ્રાફિકના નિયમો, વાહનની સામાન્ય જાળવણી અને ટેકનિકલ બાબતોનું જ્ઞાન રાખો.
  • ઔપચારિકતા: કસોટી વખતે તમારો વિશ્વાસ અને કામ કરવાની સ્વચ્છ રીત પણ જોવામાં આવે છે. સાફ-સૂથરાં કપડાં પહેરીને અને શાંતિથી કામ કરીને બતાવો.

ઇન્ટરવ્યૂની તૈયારી માટે ટિપ્સ (Tips for Interview)

  • કરંટ અફેર્સ વાંચો: રોજનું સમાચારપત્ર વાંચતા રહો. દેશ-દુનિયાની સામાન્ય જાણકારી રાખો.
  • આત્મવિશ્વાસ: ઇન્ટરવ્યૂમાં ઘબરાવું નહીં. પૂછેલા પ્રશ્નોના સ્પષ્ટ અને ટૂંકા જવાબ આપો.
  • SSB વિશે જાણો: તમે જે સંસ્થા (SSB) માં જઈ રહ્યા છો, તેના વિશે માહિતી ભેગી કરો. તેનું હેડક્વાર્ટર ક્યાં છે, શું કામ છે, કેટલા વર્ષ જૂની છે – આવી બાબતો જાણવી ખુબજ જરૂરી છે.
  • તમારા વિશે: તમારા શિક્ષણ, અનુભવ અને તમે જે ટ્રેડ માટે અરજી કરી છે તેના વિશેના ટેકનિકલ પ્રશ્નોના જવાબ તૈયાર રાખો.

નીતિન રાઠોડની વિશેષ સલાહ (6 વર્ષનો અનુભવ): સશસ્ત્ર સીમા દળ (SSB) ની ભરતીમાં મોટાભાગના ઉમેદવારો લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી તો પાસ કરી લે છે, પરંતુ ‘સ્કિલ ટેસ્ટ’ (Trade Test) માં નાપાસ થતા હોય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબત: જો તમે ડ્રાઈવર, કુક કે અન્ય ટ્રેડ માટે ફોર્મ ભરો છો, તો માત્ર પુસ્તકીયું જ્ઞાન પૂરતું નથી. ત્યાં તમારી કામ કરવાની પદ્ધતિ અને ઝડપ (Efficiency) ચકાસવામાં આવશે. મારી સલાહ છે કે લેખિત પરીક્ષાની તૈયારીની સાથે જ અત્યારથી જ તમારા સંબંધિત ટ્રેડની પ્રેક્ટિકલ પ્રેક્ટિસ શરૂ કરી દો, જેથી અંતિમ તબક્કે નિષ્ફળતા ન મળે.

અરજી પ્રક્રિયા (Application Process)

SSB ભરતી માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. સશસ્ત્ર સીમા દળની ભરતી જાહેરાતમાં જણાવેલ માહિતી મુજબ, તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. ફોર્મ ભરતા પહેલા બધી લાયકાત અને છેલ્લી તારીખ જરૂરથી ચકાસી લો.

સ્ટેપ (Step)પ્રક્રિયા (Process)
સ્ટેપ 1SSB ની સત્તાવાર વેબસાઇટ www.ssb.gov.in પર જાઓ. આ માટે તમે ગૂગલ પર જઈ “Sashastra Seema Bal Official Website” લખીને પણ સર્ચ કરી શકો છો.
સ્ટેપ 2વેબસાઈટ પર જઈ હોમ પેજ પર “Careers” અથવા “Recruitment” વિભાગમાં જાઓ. “SSB Constable Tradesman Recruitment 2026” માટેની “Apply Online” લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3નવા પેજ પર ‘રજિસ્ટર’ કરો. તમારું નામ, ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબર નોંધાવીને રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ 4રજીસ્ટ્રેશન પછી મેળવેલું ID અને પાસવર્ડથી લોગિન કરો. માંગેલી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનપૂર્વક ભરો.
સ્ટેપ 5તમારો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને નક્કી કરેલ ફોર્મેટમાં અપલોડ કરો.
સ્ટેપ 6તમારી કેટેગરી મુજબ અરજી ફી ઓનલાઈન ભરો અને પેમેન્ટ પૂર્ણ કરો.
સ્ટેપ 7બધી વિગતો ફરીથી ચકાસી લો અને ‘સબમિટ’ બટન દબાવો. છેલ્લે, ફોર્મની એક પ્રિન્ટાઉટ (હાર્ડ કોપી) ભવિષ્ય માટે સાચવી રાખો.

ફોર્મ રિજેક્ટ થતા બચવા માટેની ચેકલિસ્ટ (Avoid Common Mistakes)

ઘણીવાર ઉમેદવારો લાયકાત ધરાવતા હોવા છતાં નાની ભૂલોને કારણે તેમનું ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે. SSB Recruitment 2026 માં તમારું ફોર્મ રદ ન થાય તે માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખજો:

  • સ્પષ્ટ ફોટો અને સહી: ફોર્મ ભરતી વખતે ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને તાજો હોવો જોઈએ. સહી સ્પષ્ટ દેખાવી જોઈએ. જો ફોટો બ્લર (ઝાંખો) હશે તો ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ શકે છે.
  • કેટેગરીની ખોટી પસંદગી: તમારી સાચી જ્ઞાતિ (Caste Category) જેમ કે SC, ST, OBC કે EWS પસંદ કરવામાં ભૂલ ન કરો. જો તમે અનામતનો લાભ લેવા માંગતા હોવ તો તેની વિગત સચોટ હોવી જોઈએ.
  • ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો: ડ્રાઈવર પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે તેમનો HMV લાયસન્સ નંબર અને તેની વેલિડિટી તારીખ સાચી હોવી જોઈએ.
  • છેલ્લી તારીખની રાહ ન જુઓ: છેલ્લી તારીખે સર્વર પર લોડ વધવાને કારણે પેમેન્ટ અધૂરું રહી શકે છે અથવા ફોર્મ સબમિટ ન થવાની સમસ્યા રહે છે. માટે 20 એપ્રિલ પહેલા જ અરજી કરી દેવી હિતાવહ છે.
  • ટ્રેડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ: જો તમે ટ્રેડ્સમેન માટે અરજી કરો છો, તો અનુભવનું પ્રમાણપત્ર માંગ્યા મુજબના વર્ષનું અને માન્ય સંસ્થાનું હોવું જોઈએ.

નીતિન રાઠોડની એક્સપર્ટ ટિપ: “ફોર્મ સબમિટ કરતા પહેલા ‘Preview’ બટન પર ક્લિક કરીને બધી જ વિગતો બે વાર ચેક કરી લેવી. એકવાર ફોર્મ સબમિટ થઈ ગયા પછી સુધારો કરવો મુશ્કેલ બની શકે છે.”

SSB Recruitment 2026 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1: SSB ભરતી 2026 માટે અરજી ક્યારે શરૂ થશે?

જવાબ: ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 માર્ચ 2026થી શરૂ થશે.

પ્રશ્ન 2: SSB ભરતી 2026 માટે છેલ્લી તારીખ શું છે?

જવાબ: અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026 છે.

પ્રશ્ન 3: આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે?

જવાબ: કુલ 1194 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પ્રશ્ન 4: SSB ભરતી માટે લાયકાત શું જરૂરી છે?

જવાબ: મોટાભાગની પોસ્ટ માટે 10મી પાસ સાથે સંબંધિત ટ્રેડમાં અનુભવ અથવા ITI જરૂરી છે.

પ્રશ્ન 5: SSB ભરતીમાં અરજી ફી કેટલી છે?

જવાબ: જનરલ, OBC અને EWS માટે ₹100 ફી છે, જ્યારે SC/ST અને મહિલાઓ માટે ફી નથી.

પ્રશ્ન 6: પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

જવાબ: પસંદગીમાં PET, લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ સામેલ છે.

પ્રશ્ન 7: SSB કોન્સ્ટેબલનો પગાર કેટલો છે?

જવાબ: કોન્સ્ટેબલ માટે શરૂઆતનો પગાર ₹21,700 થી શરૂ થાય છે.

પ્રશ્ન 8: SSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

જવાબ: ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

સત્તાવાર સંપર્ક અને હેલ્પલાઈન (Official Contact & Helpline)

જો તમને SSB Recruitment 2026 માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં, પેમેન્ટ કરવામાં કે અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા આવે, તો તમે નીચે આપેલા સત્તાવાર માધ્યમો દ્વારા સશસ્ત્ર સીમા દળ (SSB) નો સંપર્ક કરી શકો છો:

  • હેલ્પલાઈન નંબર: +91-11-26193929 / 26105828 (કામકાજના દિવસોમાં સવારે 9:30 થી સાંજે 6:00 સુધી)
  • ઈમેઈલ આઈડી (Email): rectt.ssb-mha@gov.in
  • મુખ્ય મથકનું સરનામું: સશસ્ત્ર સીમા દળ, પૂર્વ બ્લોક-V, આર.કે. પુરમ, નવી દિલ્હી – 110066.

નીતિન રાઠોડની સલાહ: “કોઈપણ ટેકનિકલ સમસ્યા સમયે તમારા રજીસ્ટ્રેશન નંબર અને સ્ક્રીનશોટ સાથે ઈમેઈલ કરવો વધુ હિતાવહ છે, જેથી તમને ઝડપી ઉકેલ મળી શકે. કોઈપણ અજાણી વ્યક્તિને ફોર્મ ભરવા માટે તમારા પાસવર્ડ કે બેંકની વિગતો આપશો નહીં.”

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

વિગતસીધી લિંક
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો (21 તારીખે જોડવામાં આવશે)
સંસ્થાની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

નિષ્કર્ષ (Conclusion)

આમ, જો તમે ધોરણ 10 પાસ છો અને દેશસેવા સાથે સરકારી નોકરી મેળવવા માંગો છો, તો SSB ભરતી 2026 તમારા માટે સારી તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ. અમને આશા છે કે આ લેખમાં આપેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયાની માહિતી તમને ઉપયોગી થશે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન જરૂર વાંચજો.

અસ્વીકરણ (Disclaimer)

આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત તમામ વિગતો સત્તાવાર જાહેરાત આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઇટ પરની માહિતી ચોક્કસ તપાસી લેવી. માહિતીમાં ફેરફાર થઈ શકે છે, તેથી અંતિમ જવાબદારી ઉમેદવારની રહેશે.

Leave a Comment